વ્યક્તિના પરિચયની શરૂઆત ચહેરાથી ભલે થતી હોય,
પણ એની સંપૂર્ણ ઓળખ તો વાણીથી જ થાય છે.
કોઈપણ કાર્ય સહેલું થાય એ પહેલા અઘરું જ હોય છે.
રૂપ કે કુળ ગૌરવનું કારણ બનતા નથી. માણસના કર્મ જ તેની શોભા વધારે છે
જન્મ લેવા માટે બે માણસ ની
જરુર પડે છે અને,
સ્મશાન સુધી જાવા માટે ચાર
જણાની જરુર પડે જ છે,
તો કોઈએ એવી હોંશીયારી નઈ મારવાની કે
મારે તો કોઈની જરુર જ નથી.
“સમય” પણ શીખવે છે અને “શિક્ષક” પણ શીખવે છે..!! બંને માં ફર્ક ફક્ત એજ છે કે..!! “શિક્ષક” શીખવાડી ને પરિક્ષા લે છે અને
“સમય” પરિક્ષા લઇ ને શીખવે છે..!!
ઘણું *દૂર* સુધી જવું પડે છે….. સાહેબ,
એ જાણવાં કે, *કોણ નજીક છેં*….
*”નથી”* તેની ચિંતા છોડશો ,,
તો જ
*”છે”* તેનો આનંદ માણી શકશો. ..।।